મરમાળી મૂર્તિ માવની, પ્યારી પ્યારી લાગે પ્યારી રે૩/૪

૩૩૨ પદ ૩/૪

મરમાળી મૂરતિ માવની, પ્યારી પ્યારી લાગે પ્યારી રે.ટેક.

માથે મોલીયું જરકસી, પેર્યા જરકસી જામા ભારી રે,

આવે માણીગર મહાલતો, કરી માણકીની અસવારી રે, મરમા.1

ડોલરીયા સરખો દીસંતો, શામળિયોજી સુખકારી રે,

જોઇને જીવન પ્રાણને, મોહી વ્રજતણી સઉ નારી રે. મરમા.2

બાંહે બાજુબંધ બેરખા, હૈયે હીંડલે હાર હજારી રે.

મીઠડા બોલા માવની, શોભા ત્રિભોવનથી ન્યારી રે. મરમા.3

હેતે સામું જોઇને, ચોરે ચિત્તડાને ગિરિધારી રે,

પ્રેમાનંદકે જાઉં એની, બાનકની બલિહારી રે. મરમા.4

મૂળ પદ

વારે વારે હું તો વારણે જાઉ રે, વહાલાના વેણાં ઉપરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0