ઘનશામ પૂરણ કામ પર, કરૂં તન મન કુરબાણ રે, ૪/૪

૩૩૩ પદ ૪/૪
 
ઘનશામ પૂરણ કામ પર, કરૂં તન મન કુરબાણ રે,  ટેક.
શ્યામ છોગાલો મોતીયાવાલો, મારે જીવનપ્રાણ રે.નટવર નાગર સુખનો સાગર, સુંદર શ્યામ સુજાણ રે. ઘન.૧
નંદનો કુંવર ડોલરીયો, મારા દીલડાનો દિવાણરે.દીનબંધુની દાસી છું હું તો, દામ વિનાની વેચાણરે.  ઘન.૨
મીઠડા બોલા માવ સાથે, મારે આગેની ઓળખાણરે,અંતરજામી આવી મળ્યા મને, આપો આપ નારાણરે. ઘન.૩
જેમ રાખે તેમ રહું હું, એની મરજીને પરમાણ રે,પ્રેમાનંદના નાથ સાથે, મારે થઇ અતિ સુવાણ રે.  ઘન.૪

મૂળ પદ

વારે વારે હું તો વારણે જાઉ રે, વહાલાના વેણાં ઉપરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી