કાનુડે કામણ કીધું મા, કામણગારે હો ધુતારે, ૧/૪

૩૩૮ પદ ૧/૪ રાગ કાફી

કાનડે કામણ કીધું મા, કામણગારે હો ધુતારે,  ટેક.

આવી ઉભા આંગણિયે મારે, હસી હસી વ્હાલ વધારે.  કાન.૧

એકવાર મુખ જોયું મોહનનું મેં, લાજ ઉઘાડીને લગારે.  કાન.૨

શુંરે જાણું જે મને શું કરી નાંખ્યું, આંખડલીને અણસારે,  કાન.૩ 

મોરલડીમેં મને મોહની લગાડી, પ્રેમાનંદને પ્યારે.  કાન.૪

મૂળ પદ

કાનડે કામણ કીધું મા, કામણગારે હો ધુતારે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી