જીવન જોયા વિના મા, ઘડિ ન રેવાયે, ઘડી ન રેવાયે જીવ જાયે, ૨/૪

૩૩૯ પદ ર/૪
 
જીવન જોયા વિના મા, ઘડિ ન રેવાયે, ઘડી ન રેવાયે જીવ જાયે,  ટેક.
કામ કાજ મને કાંઇ નવ સૂજે, ઘરમાં મન અકલાયે,  જીવ.૧
નવલ મનોહર નંદના કુંવરને, જોયા વિના જંપ ન થાયે.  જીવ.૨
વણ દીઠે વસમું બહુ લાગે, દીઠે હરખ ન માયે.  જીવ.૩
પ્રેમાનંદનો વાલો હસીને બોલાવે, એ સુખ મુખે ન કેવાયે.  જીવ.૪

મૂળ પદ

કાનડે કામણ કીધું મા, કામણગારે હો ધુતારે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી