ઓરા આવો કાન છેલ ગુમાનીરે, ઓરા. છેલ ગુમાની સુખદાનીરે, ૪/૪

ઓરા આવો કોડીલા રે કાન, રંગીલા રે નટવરહો જી નાવજી
રે, વારી રે નાથ ; વહાલી લાગે હો વાતડી ટેક.
વાલમ કરીયે હો જી વાતડી રે, અલબેલા રે એકાંત;
ભોજન આપું હો જી ભાવથી રે, પુરું મારા મનડાંની ખાંત રે. ઓ૦ ૧
વારે વારે જોઉ છું હો જી વાતડી રે, અતિ હરખે કરી આજ ;
ફૂલે તો બીછાઇ હો જી સેજડી રે, કાનકુંવર તમ કાજ રે. ઓ૦ ર
મન રે લોભાણું હો જી માહરું રે, શ્યામ સોહાગી તમ સંગ ;
બ્રહ્માનંદના હો જી વાલમા રે, રસિક સલૂણા નવરંગ રે. ઓ૦ ૩

મૂળ પદ

રાખું લોચનિયાંમે જીવન મારાને રાખું, જીવન મારા પ્રાણ પ્યારાને,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી