જીવત સુધાર્યું કુંવર નંદને, બેની મારું, ૩/૪

૩૫૨ પદ ૩/૪
 
જીવત સુધાર્યું કુંવર નંદને,  બેની મારું, ટેક.
આરે ગોકુલીયામાં ભલે અવતરિયાંરે, નીતનીત જોવા ગોકુલચંદને. બેની.૧
દુર્લ્લભ દરશન દેવમુનિને, સુગમ થયા છે વૃજવૃંદને. બેની.૨
દરશ દેઇને વાલે દુક્રિત કાપ્યાં, પાર ઉતાર્યા ભવફંદને. બેની.૩
પ્રેમાનંદ કહે મહા સુખ પામ્યાં, નિરખી આનંદકંદને. બેની.૪

મૂળ પદ

નિમખ ન મેલું નંદલાલાને, લોચનીયાંથી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી