છેલછબીલા સુંદર શ્યામને, ઘણી ખમા, ૪/૪

૩૫૩ પદ ૪/૪
 
છેલછબીલા સુંદર શ્યામને, ઘણી ખમા, ટેક.
અલબેલા વાલા રંગના રસિલા, પ્રાણજીવન સુખધામને. ઘણી.૧
હૈડાનો હાર હરિવર મારે, પળ ન વિસારૂં એના નામને. ઘણી.૨
મનમાન્યા મધુસૂદન ઉપર, વારી વારી નાખું કોટી કામને. ઘણી.૩
પ્રેમાનંદ કહે જોઇ જોઇ જીવું, આનંદકારી આતરામને. ઘણી.૪

મૂળ પદ

નિમખ ન મેલું નંદલાલાને, લોચનીયાંથી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી