ગિરિધારી મોહન છેલા, છેલા તમે ઓરા ઓરા રે આવો ઓરા, ૨/૩

૩પપ પદ ર/૩
 
ગિરિધારી મોહન છેલા, છેલા તમે ઓરા ઓરા રે આવો ઓરા,  ટેક.
વાલારે મોતીડાની તમને માલા પેરાવું, આરતી ઉતારૂં અલબેલ. છેલા.૧
વાલારે કુસુમ કળીની રૂડી સેજ બીછાવું, ગજરા પેરાવું રાયવેલ. છેલા.૨
વાલારે રસ શણગાર રચું તમ કારણ, માણીગર માણો રસ ખેલ. છેલા.૩
વાલારે પ્રેમાનંદના સ્વામી છેલ છબીલા, રસિયા વધારો રંગરેલ. છેલા.૪ 

મૂળ પદ

મંદિર આવો માણીગર માવા, માવા તમને ખમા ખમા ખમારે ઘણી ખમા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી