માતા પ્રેમવતી ઝૂલાવે, સુત ઘનશ્યામને રે, નીરખી રૂપ મનોહર, હૈડે હરખ ન માય ૪/૪

માતા પ્રેમવતી ઝૂલાવે, સુત ઘનશ્યામને રે,
નીરખી રૂપ મનોહર, હૈડે હરખ ન માય;
	માતા પયનું પાન, કરાવે પૂરણકામને રે,
	લીએ વારણિયાં અતિ હરખે હિલો ગાય...માતા૦ ૧
માતા આંજણ લઈ અણિયાળી આંજે આંખડી રે,
નીરખે પૂરણ ચંદ્ર, સરીખું વદન વિશાળ;
	હરિની આંખડલી કમળ કેરી પાંખડી રે,
	નાસા નમણી સુંદર, દીપે અધર પ્રવાળ...માતા૦ ૨
હરિને કંઠે કૌસ્તુભ, હાંસલડી રતને જડી રે,
કેડે કંદોરામાં, કનક ઘુઘરડી ચાર;
	માતા આંખડલી આગેથી, ન મેલે એક ઘડી રે,
	મુખડું ચૂંબી દુ:ખડાં, લીએ વારંવાર...માતા૦ ૩
હરિને શ્યામ શરીરે, અંગરખી અતલસ તણી રે,
માથે કિનખાપની ટોપી રતન જડાવ;
	શોભે શોભાસાગર, પારણિયે શોભામણિ રે,
	જોવા પ્રેમાનંદના, ઉરમાં પરમ ઉછાવ...માતા૦ ૪
 

મૂળ પદ

માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે

મળતા રાગ

રામકલી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી