નગર અયોધ્યાની પાસે એક ગામ છે રે તેનું નામ શુભ છપૈયા છે સાર રે વાલાની કહું વાતડી રે ૧/૧

નગર અયોધ્યાની પાસે એક ગામ છે રે,
તેનું નામ શુભ છપૈયા છે સાર રે વાલાની કહું વાતડી રે.
તેમાં વિપ્ર રહે છે ધર્મ દેવ નામના રે,
તેની ત્રિયા શુભ ભક્તિ ગુણ ભંડાર રે ... વાલાની ૧
તેને ઘેર પ્રભુ મેહેર કરી આવીયા રે,
કરવા કોટિ કોટિ જીવ ભવ પાર રે ... વાલાની ૨
રૂડી રાત ગઇ છે દસ ઘડી જ્યારે રે,
ત્યારે પ્રગટ્યા વાલો અક્ષરના આધાર રે ... વાલાની ૩
સર્વે માનુની મળીને મંગળ ગાય છે રે,
હરિને મોતિડે વધાવે ભરી થાળ રે ... વાલાની ૪
નારણદાસના વાલાને જાય વારણે રે,
ઘણું ઘણું જીવો ભક્તિ કેરા બાળ રે ... વાલા ૫

મૂળ પદ

નગર અયોધ્યાની પાસે એક ગામ છે રે

મળતા રાગ

શ્રી સહજાનંદ સ્વામીના દાજીરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી