છપૈયામાં સુખકારીરે પ્રગટ થયા અનુકંપા ઉર ધારી રે ૧/૧

છપૈયામાં સુખકારીરે પ્રગટ થયા, અનુકંપા ઉર ધારી રે, પ્રગટ થયા. ટેક૦
ભક્તિના ભૂવન વિષે, તેજ તેજ તેજ દિસે, તેજ વિષે ઇશ ઇશ રે. પ્રગટ ૧
આનંદ આનંદ છાયો, સમિર શિતળ વાયો, મોતિડાંનો મેઘ આવ્યો રે. પ્રગટ ૨
માનુની મંગળ ગાવે, હરિને જોવાને આવે, મુખ જોઇને મુદ પાવે રે. પ્રગટ ૩
સુર સૌ વૈમાન લાવી, ફૂલ વૃષ્ટિ કરે આવી, પ્રેમ પૂરો દર્શાવી રે. પ્રગટ ૪
દાસ તો નારણ કે'છે પૂરણ પુરુષોત્તમ જે છે, ધર્મના કુમાર તે છે રે. પ્રગટ ૫

મૂળ પદ

છપૈયામાં સુખકારીરે પ્રગટ થયા

મળતા રાગ

મુખડાની માયા લાગીરે, મોહનતારા

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી