કુંજવિહારી ગિરિવરધારી રાજત રવિજા તટ બંસી અધર૨/૪

૪૮૦ પદ ર/૨
 
કુંજવિહારી ગિરિવરધારી રાજત રવિજા તટ બંસી અધર
ધર કર મનમથમદમર્દન મોહી વ્રજનારી,                                 ટેક.
નટવરસુંદર મોરમુગટ કરન કુંડલવર કટ પીત પટરે,
અંગ અંગ ચંદન ચરચિતરે ઉર વૈજંતી માલ લાગત પ્યારી.               કુંજ.૧
કુંજ ભુવન નવ વંઝૂલ મંઝૂલ કલરવ કુજીત પીક બરહી,
બ્રંદાબન ચંદા સુરનર મુનિ વૃંદા શ્રીપુરુષોત્તમ દ્વંદ ફંદ બંધ મેટનકારી    કુંજ.૨
પંકજલોચન મુનિમનરોચન મોચનભાવ ત્રિપાપહરન
દર્પવિમર્દન કંસઘ્વંસકરન મોરારી.                                       કુંજ.૩
બ્રજ લલના સંગ નૃત્ય ત ત ત ત થૈ જીંગડ તાધીલાતા,
ધુમકટ ધીના બાજે મંદીલ તનમનધન બલ પ્રેમાનંદ વારી.                કુંજ.૪ 

મૂળ પદ

ગુનિજન ગાવે મૃદંગ બજાવે નારદ શારદ મિલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી