તમે કુંવર ભકિતમાના, આવ્યા આંગણ મારે છાના ૧/૧

તમે કુંવર ભકિતમાના, આવ્યા આંગણ મારે છાના;
તમને જાહેર કરુ કે છાની પ્રીત કરું ?
તુંમાં હૈયુ તો ખેંચાતુ, મુંથી નોતુ કાંઇ કહેવાતું;
(તમને) હવે વાતો કરૂ કે હું ફજેતો કરૂ ?...ટેક
જોઇ રૂડુ તારૂ રૂપ હું તો થઇ તદ્રૂપ,
મને લાલ લોભાઓ શું કરવા ?
મને જાણ તારી ઇચ્છા જાણ મારી,
આવો હાથ લંબાઓ મારું હૈયુ ઠરવા;
હવે હૈયે હૈયુ જોડો, મારી શરમ શ્રીજી તોડો,
(તમને) હવે હૈયે રાખુ કે સહુને કહ્યા કરૂ ?...તમે કુંવર૦ ૧
સદા સોંપતીતી હાથ મનોમન મારા નાથ,
આજ આવ્યા અલૌકિક સુખ દેવા,
મારા ભાગ્ય ભારી થઇ તારી નારી,
હવે જગથી મારે શું છે લેવા દેવા ?
મારી શય્યામાં છો આવ્યા, મારા હૈયામાં સમાયા,
(તમને) હવે હેત કરૂ કે હૈયુ દુઃખી કરૂ ?...તમે કુંવર ૦ ૨
તું તો સર્વોપરિ હરિ હું તો તુંમાં ગઇ ઠરી,
મને ભાન નથી કાંઇ જગનું,
દિલ દયા ધારી હરી પીડા મારી,
જાણી જ્ઞાનસખીના અંતર મનનું,
કયાંથી મળો હરિ આવા, મારા મનના માન્યા માવા;
(તમને) હવે રજા દઉ કે સદા મજા કરૂ?...તમે કુંવર ૦ ૩

મૂળ પદ

તમે કુંવર ભકિતમાના, આવ્યા આંગણ મારે છાના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
2
0