કનૈયા જાદુગારા હો પ્રીતમ પ્યારા, ૪/૪

 ૪૯૮ પદ ૪/૪

કનૈયા જાદુગારા હો પ્રીતમ પ્યારા, ટેક.
પ્રીતમ પ્યારા મારા હાર હીયારા, નટવર નંદદુલારા,
હાંરે હો દુલારા, હો દુલારા, હો દુલારા હો. પ્રીત.૧
પાતળિયા વર પ્રીત કરીને, પ્રાણ હર્યા છે હમારા,
હાંરે હો હમારા, હો હમારા, હો હમારા હો. પ્રીત.૨
જીવ સંગાથે જડી રાખું જગજીવન, જાવા નહીં દેસાં થાને ન્યારા,
હાંરે થાને ન્યારા, થાને ન્યારા, થાને ન્યારા હો. પ્રીત.૩
પ્રેમાનંદરા નાથ બિહારી, છોજી મારી આંખડીરા તારા,
હાંરે રાજ તારા, રાજ તારા, રાજ તારા હો. પ્રીત.૪

 

 

મૂળ પદ

લાડીલા થાને ખમા હો લાલજી ખમા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી