આજ મારે આનંદ અતિ ઘનશ્યામ સુંદરવર થાને નિરખી, ૨/૪

 પ૦૦ પદ ર/૪

આજ મારે આનંદ અતિ ઘનશ્યામ સુંદરવર થાને નિરખી,         ટેક.
એક ટેક નીરખું છેલ છબીલા છેલા રંગના ભરેલા,
મદન મોહન ગોપાલ લાલ કુંવર,                                            મારે.
નવલ મનોહર મુરતી થારી ત્રિભોવનથી હે ન્યારી.
નિરખી દ્રગ ત્રપતીનહીં પાવે છેલ કુંવર ગીરધારી કુંવર.           મારે.૧
કાંઇ છબી વર્ણવું અંગો અંગરી શોભા સિંધુ ઉદાર,
ત્રિભોવનમાં એવી કુણ છે નિરખી વસ નહીં થાયે નાર કુંવર.       મારે.૨
સુંદર હસની બોલની થારી ચટક રંગીલી ચાલ,
મન મારો અતિ મગન રહે નિત નિરખી નંદરા લાલ કુંવર.         મારે. ૩.
નીલ જલદ તન ચરચિત્ત ચદન ભેટું ભુજ ભરી બાથ,
એહી મનોરથ કરદો પુરા પ્રેમાનંદરા નાથ કુંવર.                    મારે.૪
 

મૂળ પદ

રાજ મારે મંદિર રહો રંગ છેલ નટવરજી નેણમેં રાખું,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી