જુઓ રે જગજીવન ઉભા, આંખડલીને આગે રે, ૩/૪

૫૯૭ પદ ૩/૪
 
જુઓ રે જગજીવન ઉભા, આંખડલીને આગે રે, ટેક.
પેર્યા છે હાર બાજુબંધ બાંધ્યા, છોગલા મેલ્યા છે પાઘે રે. જુઓ.
કેસરિયો વર વાયે છે વંસી, મોહી હું રસીલે રાગે રે. જુઓ.
રંગ રંગીલો ને છેલ છબીલો, જોઇને ને ભવદુઃખ ભાંગે રે. જુઓ.
પ્રેમાનંદના નાથની સજની, વાતલડી વહાલી લાગે રે. જુઓ.

મૂળ પદ

વહાલો રે વિઠ્ઠલવર સજની, વાસુદેવ વનમાળી રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી