કેસરિયા વાલમ કાના રે, છાના આવો મારે મંદિરિયે, ૩/૪

૬૦૫ પદ ૩/૪
 
કેસરિયા વાલમ કાના રે, છાના આવો મારે મંદિરિયે,
હું તો કરીશ ઝાઝા વાના રે. છાના.૧
તમે આવજ્યો એવે ટાણેરે, છાના. મારી પાડોશણ નહિ જાણેરે,  છાના.૨
તમે આવજ્યો ઉઘાડીને બારીરે, છાના. સાસુ નણંદી ન જાણે મારીરે,  છાના.૩
પ્રેમાનંદના છેલ ગુમાનીરે, છાના, સુંદર મૂરતિ મન માની રે. છાના.૪

મૂળ પદ

નંદલાલ બિહારી છબી તારી રે, છેલા જોઇને નેણા ઠરે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી