કેશવ કેડે રે મારું મનડું ફરે છે બાઇ, ૨/૪

૬૦૮ પદ ર/૪
 
કેશવ કેડે રે મારું મનડું ફરે છે બાઇ,
વહાલે વિંધી રે મ��ે નેણે નેહ લગાઇ. કેશ.૧
હેતે હેરે રે મુજ સામુ વારે વારે,
નેહ વધાર્યો રે બેની હૈડા કેરે હાંરે. કેશ.૨
રસિયો રીઝયા રે મારી પ્રીતડી જોઇને હેલી,
સામા આવી રે મને મળીયા સુણ સાહેલી. કેશ.૩
આનંદ આપ્યો રે અલબેલે ચિત્તડાં ચોરી,
પ્રેમાનંદનો રે વહાલો મારે જીવન દોરી. કેશ.૪ 

મૂળ પદ

છેલ છબીલો રે છોગાલો નંદનો લાલો, પ્રાણ સનેહીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી