જોયા જેવો રે વહાલો પ્રાણ સનેહી પ્યારો, ૪/૪

૬૧૦ પદ ૪/૪

જોયા જેવો રે વહાલો પ્રાણ સનેહી પ્યારો,

ન કરું બેની રે મારા જીવડલાથી ન્યારો. જોયા.૧

રાખું રસિયો રે મારા જીવડલામાં પ્રોઇ,

નિશદિન જીવુ રે મારા પ્રાણજીવનને જોઇ. જોયા.૨

પ્રીત બંધાણી રે સામલીયા સાથે મારે,

હવે હરિ ભજતારે બેની મુજને કુણ કહી વારે.જોયા.૩

ગુણવંત ઉપર રે મારા પ્રાણ વારીને નાંખું,

પ્રેમાનંદનોરે વહાલો શિરને સાટે રાખું.જોયા.૪

મૂળ પદ

છેલ છબીલો રે છોગાલો નંદનો લાલો, પ્રાણ સનેહીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી