આવો વહાલા મારા બારણિયે બારણિયે, જાઉં વારણિયે ૨/૪

આવો વહાલા મારા બારણિયે બારણિયે, જાઉં વારણિયે...ટેક.
સામી આવું મોતી થાળ ભરીને, નાથ વધાવા કારણિયે...આવો૦ ૧
તન મન ધન આ જીવિત મારું, વારું વાર હજારણિયે...આવો૦ ૨
આતુર થયું છે મન મળવાને, રાખી રહી જીવ ધારણિયે...આવો૦ ૩
પ્રેમાનંદ કહે તમને મળતાં, ઠરીને બેઠો જીવ ઠારણિયે...આવો૦ ૪
 

મૂળ પદ

આવો મોહન મારે ઓરડિયે ઓરડિયે, રંગની ઝડિયે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી