જીવન જોઇને ઠરે મારાં લોચનીયાં, ૨/૪

૬૧૬ પદ ર/૪
 
જીવન જોઇને ઠરે મારાં લોચનીયાં,
રૂડા શોભે છે સુંદર શ્યામરે માવ, જોઇ. ટેક.
વહાલે પાઘડી બાંધી છે રૂડા પેચની,
છેલે છોગલાં મેલ્યાં છે સુખ ધામરે માવ. જોઇ.૧
વહાલે જામા પેર્યા છે જરિયાનના,
કેડે પટકા બાંધ્યા છે અભિરામરે માવ. જોઇ.૨
વારી જાઉં વહાલાની છબી ઉપરે,
મારા મનમાં રાખીશ આઠો જામરે માવ. જોઇ.૩
ભકતજીવન બન્યા છે ભકત કારણીયે,
પ્રેમાનંદના વહાલો પૂરણકામરે માવ. જોઇ.૪ 

મૂળ પદ

વારી જાઉં વહાલાજી તારે વારણીયે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી