આવો જોઉં છબીલા તારી પાઘડલી, મારા મનમાં જોયાની૩/૪

૬૧૭ પદ ૩/૪

આવો જોઉં છબીલા તારી પાઘડલી, મારા મનમાં જોયાની
ઘણી ખાંતરે લાલ, જોઉં.  ટેક.
વહાલા સાવ સોનેરી તારી પાઘડલી, માંઇ નરનારાયણ ભાતરે લાલ. જોઉં.૧
વહાલા છોગલા જોઉં છબીલી પાઘમાં, મારા મનને થાયેનીરાંતરે લાલ. જોઉં.૨
આવો ખોસું કલંગી વાલા વાંકડી, છબી જોવું જીવન એકાંતરે લાલ.  જોઉં.૩
તારું જોવું હસીને મીઠું બોલવું, * પ્રેમાનંદને પરમ સિદ્ધાંતરે લાલ.  જોઉં.૪
*”તારું જોવું હસવું ને મીઠું બોલવું” પાઠાંતર છે.

મૂળ પદ

વારી જાઉં વહાલાજી તારે વારણીયે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી