ઓરા આવોરે ગિરિધારી, જાઉં તારા મુખડા ઉપર વારી૨/૪

 ૬૬૮ પદ ર/૪

ઓરા આવોરે ગિરિધારી, જાઉં તારા મુખડા ઉપર વારી.
નેહડો લાગોરે નંદલાલા, છો મને પ્રાણથકી હરિ વહાલા.
ઓરા આવોરે હરિ લે'રી, આડ્ય બનાવું કેસર કેરી.
વહાલા મને બોલાવો હરિ વહાલે, ચાંદલો ચોડુંરે હરિ ભાલે.
મુખમાં આપુંરે હરિ બીડી, આવો હરિ ભેટું ભુજમાં ભીડી.
ઓરા આવોરે અલબેલા, રસિયા પ્રેમસખીના છેલા.

 

 

મૂળ પદ

રસિયા આવોરે અલબેલા, રાખું આંખડલીમાં છેલા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી