ઘેર આવોને ગુણવંત વહાલા, ગોવિંદ ગોઠડી કીજે, ૧/૪

૬૭૧ પદ ૧/૪ રાગ ગરબી
 
ઘેર આવોને ગુણવંત વહાલા, ગોવિંદ ગોઠડી કીજે,  ઘેર.ટેક.
હેત કરીને મળીયે મોહન, રંગભર તાળી લીજે.  ઘેર.૧
નૌતમ રીતે ને પૂરણ પ્રીતે, પ્રેમે અધર રસ પીજે.  ઘેર.૨
એકાંતે અલબેલારે વહાલા, દલડું તે તમને દીજે.  ઘેર.૩
અંગો તે અંગ આલિંગન લેતાં, મોહન મનડું તે ભીજે. ઘેર.૪
મનગમતું માણો મોહનજી, કોઇથી મનમાં ન બ્હીજે.  ઘેર.૫
પ્રેમસખી કે' પ્રીતમ તમપર, તન મન ધન વારી જીજે. ઘેર.૬ 

મૂળ પદ

ઘેર આવોને ગુણવંત વહાલા, ગોવિંદ ગોઠડી કીજે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી