આવ્યા રૂડા રંગભીનો, સહજાનંદજી ;૧/૪

 ૬૭૫ પદ ૧/૪ રાગ ગરબી

ઓરા આવોને અમ પાસે શામળીયાજી, એ ઢાળ.
આવ્યા રૂડા રંગભીનો, સહજાનંદજી ; પૂરણ સુખના સાગર શ્યામ, સહ. ટેક.
અકળ કળ્યામાં ન આવે સહજાનંદજી, કોઇ નવ જાણે પૂરણકામ.         સહ.૧
પડી ચિંતામણી ચોકમાં, સહજાનંદજી, નવ જાણે કોઇ ભેદ ન ભાવ,
પુરુષોત્તમ પૂરણ પોતે, સહજાનંદજી, શેરડીયે કાંઇ આવીઉભા માવ.    સહ.૨
પેલા વેલા પ્રભુજી, સહજાંનંદજી; આવ્યા હરિ લોઢવા ગામ;
એક પતિવૃતા તે ગામમાં, સહજાનંદજી;ચારણ જાતી લખુબાઇ નામ.   સહ.૩
હેત કરી ઝાલી હાથે, સહજાનંદજી; લેઇ ચાલી હરિ પોતાને ઘેર;
ભાગ્યવંતીના ભાગ્ય ઘણા સહજાનંદજી, પ્રેમાનંદને સ્વામી કીધી મેર.  સહ.૪
 

મૂળ પદ

આવ્‍યા રૂડા રંગભીનો, સહજાનંદજી ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી