એની લીલાનો લવલેશ, સહજાનંદ સ્વામી;૬/૮

 ૬૮૪ પદ ૬/૮

એની લીલાનો લવલેશ, સહજાનંદ સ્વામી;
થાકે કહી શારદ શેષ, સહજાનંદ સ્વામી.
એના ગુણનો માપ ન થાયે, સહજાનંદ સ્વામી,
કવિ કોવીદ કેમ કરી ગાયે, સહજાનંદ સ્વામી.
હરિ પુરબથી જદુરાય, સહજાનંદ સ્વામી,
પધાર્યા દક્ષિણમાંય, સહજાનંદ સ્વામી.
કર્યા દક્ષિણ ચરિત્ર અપાર, સહજાનંદ સ્વામી,
કહેતાં નવ થાયે નિરધાર, સહજાનંદ સ્વામી.
પધાર્યા તૈલંગ આપ, સહજાનંદ સ્વામી,
લીધી તોતાદ્રિયે છાપ, સહજાનંદ સ્વામી.
દક્ષિણમાં સરવે ધામ, સહજાનંદ સ્વામી,
ફર્યા પ્રેમાનંદનો શ્યામ, સહજાનંદ સ્વામી.
 

મૂળ પદ

પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ સહજાનંદ સ્વામી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી