ગુણવંતા ગિરધારી, આવોને ઓરા ગુણવંતા ગિરધારી ૩/૪

ગુણવંતા ગિરધારી, આવોને ઓરા ગુણવંતા ગિરધારી;
જાઉં તારા મુખ પર વારી, આવોને ઓરા ગુણવંતા ગિરધારી..ટેક.
મનમોહનજી મૂરતિ તમારી રે, લાગે છે મને અતિ પ્યારી...આવો૦ ૧
અલબેલા આંખડલીમાં રાખું રે, સુંદરવર સુખકારી...આવો૦ ૨
પ્રાણજીવન છો પ્રાણથી વાલા રે, જીવનદોરી છો મારી...આવો૦ ૩
પ્રેમસખી કહે પ્રાણ વધાવું રે, લાડકડા લાલ વિહારી...આવો૦૪
 

મૂળ પદ

આવો તો ગોઠડી કીજે, ગોવિંદ ઘેર આવો તો ગોઠડી કીજે

મળતા રાગ

ઢાળ : હરિ હૈયાના હાર છો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી