મૂરતિ મારે મનમાની, મોહન તારી મૂરતિ મારે મન માની ૪/૪

મૂરતિ મારે મનમાની, મોહન તારી મૂરતિ મારે મન માની;
રાખું નેણામાં છાની, મોહન તારી મૂરતિ મારે મનમાની...ટેક.
છાની રાખું કોઈને નવ દાખું રે, રસિયા છેલ ગુમાની...મોહન૦ ૧
નટનાગર હરિ રૂપ ઉજાગર રે, સુંદરવર સુખખાની...મોહન૦ ૨
મુખમંદહાસ અધરબિંબ રાતાં રે, રેખા ઉઠે છે નાની નાની...મોહન૦ ૩
પ્રેમસખી એ શોભા નીરખી રે, રાત દિવસ હું દીવાની...મોહન૦૪
 

મૂળ પદ

આવો તો ગોઠડી કીજે, ગોવિંદ ઘેર આવો તો ગોઠડી કીજે

મળતા રાગ

ઢાળ : હરિ હૈયાના હાર છો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- પ્રેમસખી મોહનવરની મૂરતિને મનમાં પૂર્ણસ્વરૂપે ધારે છે. વળી, એ પરમતત્વના સ્વરૂપને કહેતા મૂર્તિને પોતાનાં નેણાંમાં છાનીમાની રાખે છે. તમારા અને મારા સંબંધની, તમારા સુખની અને તમારી અલૌલિક લીલાની વાત હે રસિયા ! હે છેલ ગુમાની ! હું કોઈને નહીં કહું. II૧II બીજી કડીમાં પોતાના સ્વેષ્ટદેવને માટે ઉપમા અલંકારથી નવાઝતાં થકા કહે છે કે હે નટનાગર! હે હરિ! હે પરમેશ્વર! હે સર્વવરોમાં શ્રેષ્ઠ! સુંદરવર સહજાનંદ! તમે તો સર્વ સુખ માત્રની ખાણ સમાન છો. માટે જ મોહન તારી મૂર્તિ મારે મન માની છે. II૨II જેમનું મુખ મંદહાસ્યયુક્ત છે, પાકલ ગિલોડા જેવા લાલ જેમના અધર કહેતા ઓષ્ઠ છે. અને મૃદુહાસ્ય કરતી વેળાએ જેમના મુખ ઉપર નાની-નાની સુંદર રેખાઓ ઊઠે છે. એવા મોહનવરના મુખની શોભાને નીરખી પ્રણયઘેલી પ્રેમસખી રાત-દિવસ દીવાની બની જાય છે. II૩ થી ૪ II રહસ્યઃ- પ્રસ્તુત બંને પદોમાં કવિ એકાંતનું સુખ લેવા ઉત્સુક્તા બતાવે છે. એટલે જ ઘેર આવીને ગોઠડી અર્થાત્ વાતો કરવાનું કહે છે. કવિએ થોડી છૂટછાટ લઈ ગોષ્ઠિ શબ્દને ગોઠડી તરીકે પ્રબોધ્યો છે. ગોષ્ઠિ શબ્દના ઘણા અર્થ પૈકી એક એવો પણ અર્થ થાય છે કે ગોષ્ઠિ એટલે છાની વાતો, છૂપી મસલત, સ્વાત્મવિચારોનું નિવેદન. ભક્તહૃદયે સમજ પૂર્વક ‘ગોઠડી’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઘેર આવ્યા પછી તમારી મૂર્તિને અર્થાત્ તમને હું છાના (છૂપા) રાખીશ. તમારા-મારા હૈયાની રાવો અર્થાત્ આપણી પ્રેમભીની વાતો હવે હું કોઈને નહીં કહું. આમ, શૃંગારાત્મક સખીભાવે પ્રસ્તુત પદો રચાણાં છે. પદ ઢાળ ગરબી છે. તાલલય હીંચ છે. પદની સુગેયતા સરળ અને આકર્ષક છે. ભાષા તળપદી છે. અર્થગાંભીર્ય પ્રેમભાવે યુક્ત છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની





Studio
Audio
0
0