છેલા તારા છોગલાપર વારી રે, ૩/૮

૬૯૩ પદ ૩/૮
 
છેલા તારા છોગલાપર વારી રે, વહાલી લાગે છે મૂરતિ તારી,  ટેક.
પાતળિયા પલવટ વાળી રે, આવી ઉભા છો વનમાળીરે,ઓરા આવોને લીજે તાળી. છેલા.૧
તારા ઉરપર મોતિની માળારે, રૂડા લાગો છો નાથ રૂપાળારે,ચિત્ત ચોરે છે નેણાના ચાળા. છેલા.૨
મન માન્યા છો અલબેલારે, વહાલા લાગો છો રંગના રેલારે,આવો મળીયે સુંદરવર છેલા. છેલા.૩
હું તો મોહી પાઘડલીને છેડેરે, મારું મનડું ફરે તમ કેડેરે,પ્રેમસખી તે મળવાને તેડે. છેલા.૪ 

મૂળ પદ

વહાલા તારી મૂર્તિ મન માનીરે, વશ કીધી છેલ ગુમાની;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ સાચે હિતકારી
Studio
Audio
0
0