આંખડલીમાં આકળા મા થાજ્યો રે, ૫/૮

૬૯૫ પદ પ/૮

આંખડલીમાં આકળા મા થાજ્યો રે, વહાલા મોરલડી મીઠી વાજ્યો,  ટેક.
મારા નેણાં તમારું ધામરે, અલબેલા રહો આઠો જામરે,
નવ આવીયાં ક્રોધ ને કામ. આંખ.૧
તમ વિના બીજું નહીં ભાળુંરે, એવી આંટી હું મનમાં વાળુંરે,
તમે કરજ્યો મારું ઉપરાલું.  આંખ.૨
તારી મૂરતિ મનમાં ધારું રે, હુશિયાર રહું નહિ હારુંરે.
કામ ક્રોધને ગરદન મારું. આંખ.૩
વહાલા તમ ચરણે શિર નામીરે, એવા વિચારને હું પામીરે,
મળ્યા પ્રેમસખીના સ્વામી. આંખ.૪

મૂળ પદ

વહાલા તારી મૂર્તિ મન માનીરે, વશ કીધી છેલ ગુમાની;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી