આજ મારે હરિ પરોણા ઘેર આવ્યા, હાંરે મેં તો મોતીડાંને૧/૪

 આજ મારે હરિ પરોણા ઘેર આવ્યા,
	હાં રે મેં તો મોતીડાને લેરખે વધાવ્યા રે...આજ૦ ટેક.
શિવ સનકાદિક શુક જેવા જોગી, પૂરણ બ્રહ્મપદ રસના રે ભોગી;
	હાં રે આવા સંત સંગાથે લાવ્યા રે...આજ૦ ૧
શિવ વિરંચી જેનો પાર ન પાવે, શેષ સહઝ્ા મુખ શારદા ગાવે;
	હાં રે જેના નિગમાગમે જશ ગાવ્યા રે...આજ૦ ૨
સંત હરિને હું તો નયણે રે નીરખી, પ્રેમ મગન મારા હૈડામાં હરખી;
	હાં રે મેં તો ઓરડાની ઓસરી પધરાવ્યા રે...આજ૦ ૩
આઠે પહોર આનંદ જેના અંગમાં, રમે ગોવિંદ એવા સંતના રે સંગમાં;
	હાં રે વહાલો પ્રેમસખીને મન ભાવ્યા રે...આજ૦ ૪ 
 

મૂળ પદ

આજ મારે હરિ પરોણા ઘેર આવ્‍યા, હાંરે મેં તો મોતીડાંને

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી