આવો માધવ મંદિરમાય, ગિરિધર ગોપીને મન ભાવતા૨/૪

૬૨૦ પદ ર/૪

આવો માધવ મંદિરમાય, ગિરિધર ગોપીને મન ભાવતા, ગિરિ. ટેક.
હું તો પૂજું તમારા પાય, મારા તનના તાપ સમાવતા. ગિરિ.૧
મેં તો સેજ સમારી ફૂલડે, આવો કેસરભીના કાન,
મેં તો ગજરા ગુંથ્યા છે ગુલાબના, પેરાવું પિયા ગુણવાન. ગિરિ.૨
આવો અંતર ચરચું અંગમાં, ઓઢાડું અનુપમ શાલ,
કરું ભોજન તમને ભાવતા, જમો લે'રકડા નંદલાલ. ગિરિ.૩
પોઢાડું પલંગપર પ્રેમશું, વા ઢોલું વહાલા મારે હાથ,
ચાંપુ ચરણ કમલ અતિ હેતમાં, વહાલા પ્રેમાનંદના નાથ. ગિરિ.૪

મૂળ પદ

વારી જાઉ વહાલાજીનું રૂપ, શોભા શી કહું સુંદર આજની.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી