આવો રાખું નેણામાં નાથજીરે, નિમખ ન મેલું નેણથી, ૪/૪

૬૨૨ પદ ૪/૪

આવો રાખું નેણામાં નાથજીરે, નિમખ ન મેલું નેણથી, નિમ.  ટેક.
હું તો રહીશ તમારે સાથજીરે, ત્રપત ન થઇ મીઠાં વેણથી. નિમ.૧
મારા નેણાતણું ફળ છો હરિ, તમે નટવર સુંદર શ્યામજીરે,
રાખું જતન કરીને જીવમાં, મન માન્યા પૂરણકામજીરે. નિમ.૨
મારું જીવન ધન છો જાદવા, મારા નેણા તણા શણગારજીરે,
મારા જનમ સંગાથી શ્યામળા, મારા હેતુ હૈયાના હારજીરે.  નિમ.૩
હવે નહીં જાવા દીયું નેણમાંથી, તમે જુવો જીવન મારી પ્રીતજીરે,
અલબેલા રહો મારી આંખમાં, વહાલા પ્રેમાનંદના મીતજીરે. નિમ.૪

મૂળ પદ

વારી જાઉ વહાલાજીનું રૂપ, શોભા શી કહું સુંદર આજની.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી