આવો રમીયેરે વાસુદેવ વનમાળી, આજ અનૂપમરે આવી છે દિવાળી૧/૪

૬ર૩ પદ ૧/૪                         રાગ ગરબી
આવો રમીયેરે વાસુદેવ વનમાળી, આજ અનૂપમરે આવી છે દિવાળી. 
દીવા કીધા રે આંગણિયે બહુ ભાંતે, તોરણ બાંધ્યારે ત્રિકમ રમવા ખાંતે.        
જોયા જેવી રે માડવીઉં શણગારી, શોભા આવી રે દીપમાળની સારી.           
ગાયે ગરબી રે રમે મુનિવર રાસે, થેઇ થેઇ થયો રે નાચે સુર આકાશે.          
 આનંદ વાધ્યો રે છબી અલૌકિક જોઇને, પ્રેમાનંદના રે નાથ રહ્યું મન મોહીને    

મૂળ પદ

આવો રમીયેરે વાસુદેવ વનમાળી, આજ અનૂપમરે આવી છે દિવાળી

મળતા રાગ

પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું(વિલંબિત)

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી