ગિરિધર આવો રે ગરબે રમીયે વહાલા, હેતે લીજે રે તાળી નંદના લાલા૨/૪

૬૨૪ પદ ર/૪
 
ગિરિધર આવો રે ગરબે રમીયે વહાલા, હેતે લીજે રે તાળી નંદના લાલા.
આજ સપરમો રે દહાડો રમીયે કોડે, આવો રસિયા રે લીજે તાળી જોડે.
હું તો રીજી રે રાજ તમારે રંગે, આનંદ વાધ્યો રે અલબેલા તમ સંગે.
હલવે હલવે રે ફરીએ આવો ઓરા, છેલા જોવુ રે પાઘડલીના તોરા.
આળસ મેલી રે બાંધો કમરે પટકો, પ્રેમાનદના રે નાથ જોઉં તારો લટકો. પ 

મૂળ પદ

આવો રમીયેરે વાસુદેવ વનમાળી, આજ અનૂપમરે આવી છે દિવાળી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી