ઓરા આવોને છેલ છોગાળારે૧/૪

૬૨૭ પદ ૧/૪ રાગ ગરબી કેદારો

ઓરા આવોને છેલ છોગાળારે, વહાલા જોઉં તારા નેણાના ચાળારે,
મારા મન ગમતા મરમાળારે. છેલા.૧
આવો જોવું જીવન છબી તારી રે, તારા મુખ પર જાઉં બલિહારીરે,
મારા ગુણવંતા ગિરિધારીરે. છેલા.૨
મોહી મુખડાંને મરકલડેરે, ગમ્યો ગોવિંદજી મારે દલડેરે
રીજી છેલા તારે છમકલડેરે. છેલા.૩
તારા ઉરપર હાર બિરાજેરે, જોઇ કોટી કામ છબી લાજેરે,
બન્યા પ્રેમાનંદનેકાજેરે. છેલા.૪

 

 

મૂળ પદ

ઓરા આવોને છેલ છોગાળારે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી