ઓરા આવો મારા પરમ સનેહીરે, વારૂં તમપર પ્રાણ ને દેહીરે, ૩/૪

 ૬૨૯ પદ ૩/૪

ઓરા આવો મારા પરમ સનેહીરે, વારૂં તમપર પ્રાણ ને દેહીરે,
તમ આગે નાચું થઇ થેઇરે. પર૦ ૧
ઓરા આવો તો મુખડું જોવુંરે, તારી મૂરતિ ઉરમાં પ્રોવુંરે,
મારા તનડાના તાપને ખોવુંરે. પર૦ ૨
મારે તમથી વહાલું નહીં કોઇરે, હું તો જીવું છું જીવન જોઇરે,
તારી મૂરતિમાં હું તો મોહીરે. પર૦ ૩
મારા પ્રાણજીવન છો પ્યારારે, ન કરું જીવડલાથી ન્યારારે,
મારા આતમના આધારારે. પર૦ ૪
મારા નાથ છો અંતરજામીરે, રહો ઉરમાં અખંડ બહુનામીરે,
આવો પ્રેમાનંદના સ્વામીરે. પર૦ ૫

 

 

મૂળ પદ

ઓરા આવોને છેલ છોગાળારે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી