આવો મોહન મારે બારણીયેરે, તોરા લાવી છું તમ કારણીયેરે, ૪/૪

 ૬૩૦ પદ ૪/૪

આવો મોહન મારે બારણીયેરે, તોરા લાવી છું તમ કારણીયેરે,
પે'રાવી જાઉં વારણીયેરે. આવો.૧
વાઘા જરકસિયા હરિ પેરોરે, માથે ધારો ફૂલાં કેરો સેરોરે,
મુજ સામું હસીને વહાલા હેરોરે. આવો.૨
આવો ચંદન ચરચું અંગેરે, હું તો રીજું રસિયાં તારે રંગેરે,
જોઇ ફૂલી ફરું તમ સંગેરે, આવો.૩
તારું મુખડું જોઇને હું તો ઘેલી રે, નહિ શકું કમલ મુખ મેલીરે,
આવો પ્રેમાનંદના બેલીરે. આવો.૪
 

મૂળ પદ

ઓરા આવોને છેલ છોગાળારે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી