છોગલાં પ્યારાં લાગે, છેલા તારાં છોગલાં પ્યારાં લાગે, ૨/૪

૬૩૨ પદ ર/૪
 
છોગલાં પ્યારાં લાગે, છેલા તારાં છોગલાં પ્યારાં લાગે,જોઇ જોઇ દુઃખ મારાં ભાગે,  છેલા.ટેક.
મનડું મારું ગુલતાન થયું છે, જીવન જરકસી પાઘે. છેલા.૧
અલબેલા આંગણિયે મારે, ગાવો રસિલે રાગે.  છેલા૨.
રાતદિવસ એ રસિલી મૂરતિ, રહો મારા નેણાંને આગે. છેલા.૩
એ છબી ઉરમાં રહો રંગભીના, પ્રેમાનંદ નિત્ય માગે. છેલા.૪ 

મૂળ પદ

મોલીડાપર વારીરે, મોહન તારા મોલીડાપર વારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી