આવો રસિયા રાજીવ નેણ નંદના લાલારે, ૨/૪

૬૩૬ પદ ર/૪

આવો રસિયા રાજીવ નેણ નંદના લાલારે,
મારા પ્રાણ તણાં છો પ્રાણ મુજને વહાલારે.
મારે સુખ સંપત સુખ ધામ નામ તમારુરે,
તારા નામ ઉપર વ્રજરાજ સરવસ વારુરે.
મારે જોગ સમાધિ ધ્યાન દરશન તારુંરે,
તારા મુખપર શ્યામ શરીર તન મન વારુરે.
તારા લટકાં ઉપર લાલ જાઉં હું તો ધોળીરે,
મને લટકાં જોવા માવ લીધી ખોળીરે.
વહાલા આવાને આવા શ્યામ રહો દૃગ આગેરે,
નિજ સેવક પ્રેમાનંદ એ વર માગેરે.
 

મૂળ પદ

હું તો વારીરે ગિરિધરલાલ મોલીડે તારે રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી