કેશવ રે કે’દહાડાની કહું છું, ૩/૪

૬૪૧ પદ ૩/૪
 
કેશવ રે કે'દહાડાની કહું છું,
કે દહાડાની કહું છું ને કરજોડી રહું છું, કેશ.. ટેક.
કઠણ હૈયું તારું કાન કોડીલા, પલળે નહિ જોઇ લગાર,
જાતા ને વળતાં મંદિરીયે મારે, આવો મોહન એક વાર. કે દહાડા.૧
સાસરિયામાં ગમતું છે સૌને, પાડોસણને પ્યાર,
તલખે છે જોવા ત્રિકમ તમને, રસિયા નંદકુમાર. કે દહાડા.૨
રૂપ તમારું જોઇને રીજી, નણદી જાણ સુજાણ,
નટવર તમ સંગ નેહ બંધાણો, પ્રેમાનંદના પ્રાણ. કે દહાડા.૩ 

મૂળ પદ

મોહન રે આવો મને મળવા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી