ઓરા આવો મોહન ચિત્તચોર, હો કોડીલા કાન જોઉં તારી મૂર્તિ, ૧/૪

૬૪૩ પદ ૧/૪ રાગ ગરબી

ઓરા આવો મોહન ચિત્તચોર, હો કોડીલા કાન જોઉં તારી મૂર્તિ,
વહાલા લાગો છો નવલ કિશોર,  હો કો. ટેક.
જોયા જેવી મોહન તારી મૂર્તિ, શોભીતા પેર્યા છે શણગાર,
મારા નેણા લોભાણા જોઇ નાથજી, ઉર ઉપર ડોલરિયાના હાર. હો કો.૧
મરમાળી મોહન તારી આંખડી, જુવો છો જીવન જોઇ પેર,
વહાલી લાગે વહાલાજી તારી મૂરતિ, લાગે છે સંસારીયો ઝેર.  હો કો.૨
સગાં કંટુંબ થયાં છે અળખામણાં, પ્રીત લાગી છે પ્રીતમ તમ સાથ,
જોઇ મગન રહી છું તારા રૂપને, પ્રેમાનંદના જીવન નાથ. હો કો.૩

 

મૂળ પદ

ઓરા આવો મોહન ચિત્તચોર, હો કોડીલા કાન જોઉં તારી મૂર્તિ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી