આવો રાખુંરે નેણામાં ચોરી, તારી મુર્તિ મારે જીવન દોરી, આવો ૪/૪

૬૫૮ પદ ૪/૪

આવો રાખુંરે નેણામાં ચોરી, તારી મુર્તિ મારે જીવન દોરી,  આવો ટેક.
હું તો હીંડુરે હરિ તમને જોતી, કરી રાખું મારી નથડીના મોતી. આવો.૧
હું તો મોહીરે મોહન તમ સાથે, કરી બાજુ કાજુને બાંધુ હાથે. આવો.૨
વહાલા લાગોરે વહાલમ ગિરિધરીયા, મારા ઉર આભુષણ નવસરિયા. આવો.૩
પ્રેમાનંદનારે સ્વામી છો લે'રી, મારું રુપ જોબન ગુણ વારુ ફેરી. આવો.૪
 

મૂળ પદ

મુને મળીયારે સહજાનંદ સ્વામી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી