આવોને અલબેલારે અલબેલા, મંદિરીયે મારે છેલારે ૧/૪

 ૬૫૯ પદ ૧/૪ રાગ ગરબી
આવોને અલબેલારે અલબેલા, મંદિરીયે મારે છેલારે;  આવો. ટેક.
શેરડિયું સુંદર વાળું, ઓસરીયે ઢોલીડો ઢાળુરે.                 આવો.૧
કેસર ચંદન સરસ રીતે, ચતુર વર ચરચું પ્રીતેરે.              આવો.૨
હલવા રહી હાર પેરાવું, કહો તો વાલમ આગે ગાવુંરે.        આવો.૩
વહાલા પ્રેમાનંદ એ માગે, રેજો આંખડલીને આગેરે.         આવો.૪
 

મૂળ પદ

આવોને અલબેલારે અલબેલા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી