છેલવર છોગાળા રે છોગાળા, મરમાળા નેણાના ચાળારે, છેલ ૨/૪

૬૬૦ પદ ર/૪
 
છેલવર છોગાળા રે છોગાળા, મરમાળા નેણાના ચાળારે, છેલ. ટેક.
આંખડલી કામણગારી, જાઉં મોહન મુખપર વારીરે. છેલ.૧
મુખડાંની મીઠી વાણી, હું તો લાવણ્યમાં લાભાણીરે. છેલ.૨
મેં તો રૂપ તમારું જોયું, જોઇને મન મારું મોહ્યું રે. છેલ.૩
પ્રેમાનંદ કહે તન મન વારું, જીવનજી ઉરમાં ધારું રે. છેલ.૪ 

મૂળ પદ

આવોને અલબેલારે અલબેલા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી