વરતાલે આવ્યા સખી શામળોરે, દ્વારકાના પતિ દીનાનાથ;૨/૪

૭૦૮ પદ ર/૪

વરતાલે આવ્યા સખી શામળોરે, દ્વારકાના પતિ દીનાનાથ;

રૂકમણિરમણ રણછોડજીરે, ટેક.

નેણાં ભરીને નિરખીએ નાથનેરે, ચાલો સરવે સૈયરનો સાથ.રૂક.૧

કૃપા કરીને કેશવ પધારિયારે, સહુ તેડી પોતાનો સમાજ,

શંખ ચક્ર ગદા પદ્મ ગોમતીરે, રૂકમણી સહિત જદુરાજ.રૂક.૨

જન આવે જોવાને દેશ દેશનારે, ન્હાયે ગોમતી ને લે સહુ છાપ,

નેણે નિરખી રૂકિમણી રણછોડનેરે, બાળે અનેક જનમના પાપ.રૂક.3

આવિ વસ્યા અખંડ અલબેલડોરે, દ્વારાવતિ કીધી વરતાલ,

પ્રેમાનંદનો વહાલો રંગ છેલડોરે, કીધાં નરનારીને નિહાલ.રૂક.૪

મૂળ પદ

ચાલો જોવા રસિયા રણછોડને રે, દ્વારિકાના વાસી ભગવાન,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


વડતાલે આવ્યા સખી શ્યામળો
Studio
Audio
0
0