આદિત્ય ઉદિયારે, સહજાનંદજી જગવંદ, ૧/૮

૭૧૫ પદ ૧/૭ રાગ ગરબી

આદિત્ય ઉદિયારે, સહજાનંદજી જગવંદ,
પતિત ઉધારવારે, હરિ પ્રગટ થયા સુખકંદ.      ૧
ઉઘડતા અરવિંદરે, સહજાનંદ સુરજ નિરખી,
સંત હરિ જનનારે, થયાં પ્રફુલ્લિત હૈડાં હરખી.    ર
અજ્ઞાન અંધારુ રે, જેણે ટાળ્યું જ્ઞાન પ્રકાશી,
મૂળ ઉખેડતાંરે, કલિમલ મતના અવિનાશી.       ૩
ધરમ ધરા પરરે, શુદ્ધ કરી થાપ્યો બહુનામી,
ભકિતધર્મસુતરે, એવા પ્રેમાનંદના સ્વામી,         ૪
 

મૂળ પદ

આદિત્‍ય ઉદિયારે, સહજાનંદજી જગવંદ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી