રંગભીનારે શામળીયા આવો ઝૂલીયેરેબાંધું ફૂલહિંડોળો પ્યારા, પહેરાવું પટભૂષણ સારા ૧/૪

રંગભીનારે શામળીયા આવો ઝૂલીયેરે. રંગ૦
બાંધું ફૂલહિંડોળો પ્યારા, પહેરાવું પટભૂષણ સારા;
નંદકુંવર તમને નિરખીને ફૂલીયેરે. રંગ૦ ૧
ચરચું ચંદનખોર છબીલા, નૌતમ રીતેસ્યુ રંગીલા;
ચાંદલીયો કરવા ઉભી કંકુલીયેરે. રંગ૦ ૨
જરકસના પહેરો હરિ જામા, આવો છેલછબીલા શ્યામા;
ચિત્તડું ચોરો બાંધી પાગ અમુલિયેરે. રંગ૦ ૩
અલબેલા ઉરમાં લખી રાખું, તનમન તમપર વારી નાખું
પ્રેમાનંદ કહે આ અવસર નહિ ભુલીયેરે. રંગ૦ ૪

મૂળ પદ

રંગભીનારે શામળીયા આવો ઝૂલીયેરે

મળતા રાગ

સોરઠ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)

Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
3
0