હું તો રાચી તમારે રૂપ રે, બીજું મારે નહિ જોઈએ ૧૩/૧૪

હું તો રાચી તમારે રૂપ રે, બીજું મારે નહિ જોઈએ;
			રહો ઉરમેં પરમ અનૂપ રે...બીજું૦ ૧
મારે સુખ સંપત ઘનશ્યામ રે-બીજું૦ તમ વિના બીજું સરવે હરામ રે-બીજું૦ ૨
મન માન્યાં છો અલબેલ રે-બીજું૦ તમે ધર્મકુંવર રંગછેલ રે-બીજું૦ ૩
નીત રાખો હરિ મુજ પર હેત રે-બીજું૦ તમે અવિચલ સુખના નિકેત રે-બીજું૦ ૪
ગુણ ગાવું બેસીને હજૂર રે-બીજું૦ પ્રેમાનંદને આપો જરૂર રે-બીજું૦ ૫
 

મૂળ પદ

ધન્ય ધર્મકુમાર વારવાર ઘનશ્યામને જાઉં હું તો વારણે,

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને પ્યારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી