ઝૂલાવુંરે હિંડોળે સુંદર શ્યામનેરેમણીકંચનના સ્થંભ મનોહર, ડાંડી ચાર અનોપમ સુંદર ૨/૪

ઝૂલાવુંરે હિંડોળે સુંદર શ્યામનેરે. ઝૂલા૦
મણીકંચનના સ્થંભ મનોહર, ડાંડી ચાર અનોપમ સુંદર;
હીરા પટુલી જડાવું શુભ સુખધામને રે. ઝૂલા૦ ૧
મખમલની ગાદી બિછાવું, તકિયો તે વાંસે મુકાવું;
પ્રીતેસ્યું પધરાવું પુરાણકામનેરે. ઝૂલા૦ ૨
ઘુઘરડી અતિ સુંદર ઘોરે, લટકે મોતીઝુમખા કોરે;
ઉડે અત્તરફોરે આત્મરામનેરે. ઝૂલા૦ ૩
હીરતણી દોરી લઇ સારી, ઝૂલાવું હળવે ગિરધારી;
પ્રેમાનંદ બલિહારી હરિના નામનેરે ઝૂલા૦ ૪

મૂળ પદ

રંગભીનારે શામળીયા આવો ઝૂલીયેરે

મળતા રાગ

સોરઠ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી